ગુજરાત
News of Friday, 16th April 2021

સુરતમાં રેમડેસીવીર માટેની લાઈનો ઘટી : ૪૫૦૦ રેમડેસીવીર આવી પહોંચ્યા

સુરતથી મળતા અહેવાલો મુજબ શહેર માટે ૪ાા હજાર રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો સુરતની ૭ ડઝન હોસ્પિટલોમાં વહેંચી દેવામાં આવતા ઈન્જેકશન લેવા માટેની લાઈનોમાં દર્દીઓના સંબંધીઓની સંખ્યામાં સારો એવો ઘટાડો થયો છે. રેમડેસીવીરની ઈન્જેકશનની અછત દૂર કરવા જવાબદારી જીલ્લા કલેકટરને સુપ્રત કરાઈ. નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ગોઠવી રાઉન્ડ ધ કલોક સપ્લાય અપાઈ રહ્યો છે.

(3:15 pm IST)