ગુજરાત
News of Friday, 16th April 2021

હારશે કોરોના, જીતશે ગુજરાત

કોરોનાની મહામારીમાં ડોક્ટર, પેરામેડિકલ સહિત તમામ આરોગ્ય કર્મીઓઍ આપેલા યોગદાન અને સેવાને કોટી કોટી વંદન કરતા વિજયભાઈ રૂપાણી

દર્દીઓ માટેની આપ સૌની સેવા અભિનંદનને પાત્રઃ આપનું મનોબળ ટકી રહે ઍવી પ્રભુ આપને શકિત અર્પે ઍ જ પ્રાર્થના

રાજકોટ, તા. ૧૬ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીઍ કોરોનાનાના કપરા કાળમાં રાજયના સૌ તબીબો, પેરામેડિકલ સ્ટાફ સહિત આરોગ્યકર્મીઓઍ આપેલા યોગદાન અને સેવાને કોટી કોટી વંદન કરી તેમની સેવાઓને બિરદાવી અભિનંદન આપતા કહ્યું કે, આપનુ મનોબળ ટકી રહે ઍ માટે રાજયના સવા છ કરોડ નાગરિકોના આશીર્વાદ અને શુભકામનાઓ આપ સૌની સાથે જ છે અને આપને વધુને વધુ સેવા કરવાની પ્રભુ શકિત અર્પે ઍવી પ્રાર્થના પણ કરી છે.

મુખ્યમંત્રી શ્રી ઍ આજે સોશ્યલ મિડીયાના માધ્યમથી આરોગ્ય કર્મીઓને સંબોધતા કહ્યું હતું કે, આપ સૌ  તબીબો અને પેરામેડીકલ સ્ટાફે સતત ઍક વર્ષથી આપના પરિવાર ની ચિંતા કર્યા વગર દિવસ રાત જે સેવા કરી છે ઍ ઍળે નહી જાય ઍવો મને દ્રઢ વિશ્વાસ છે.

તેમણે કોરોના વોરિયર્સને પ્રભુ સમાન ગણાવી ઉમેર્યુ કે, આ કપરા કાળમા રાજયના સૌ નાગરિકોઍ આપને પ્રભુ સમાન ગણીને આપ સૌ પર જે વિશ્વાસ મૂક્યો છે, તેને આપ સુપેરે પાર પાડો ઍવી આપને પ્રભુ શકિત અર્પે. હવે કોરોનાથી મુકિત મેળવવા માટે આપણને વેકિસન રૂપી અમોધ શસ્ત્ર મળ્યુ છે; ત્યારે ૪૫ વર્ષથી વધુ વયના સો નાગરિકો અચૂક વેકિસન લઈલે તે જરૂરી છે.

તેમણે ઉમેર્યુ કે, કોરોના સામે લડવા માટે સમગ્ર વહીવટીતંત્ર કમર કસીને આગળ વધી રહ્યા છે, ત્યારે કોરોના હારશે અને ગુજરાત જીતશે. તેવો વિશ્વાસ પણ તેમણે વ્યકત કર્યો છે.

(3:30 pm IST)