ગુજરાત
News of Friday, 16th April 2021

કોરોના ના કપરા સમયમાં વડિયા ગામની મહિલા બે લોહીની જરૂર જણાતા મિત ગ્રૂપના સદસ્ય એ લોહી આપ્યું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળાના સેવાભાવિ  મિત ગ્રુપ ના અભિયાન બ્લડ ડોનેશન હેઠળ ઈમરજન્સીમાં વડિયા ગામના ગજીબેનને ઈમરજન્સીમાં બ્લડની  જરૂર હોવાથી મિતગ્રુપના સદસ્ય મહેશભાઈ માછીએ તેમને બ્લડની સેવા આપી  માનવતાનું ઉદાહરણ પૂરું પાડી ગજીબેનની જિંદગી બચાવવા મદદ કરી છે.આમ મિત ગ્રુપે રકતદાનના આ સેવાકાર્યને આગળ ધપાવ્યું. તે બદલ ગ્રૂપના મહેશભાઈ માછીનો ઔએ આભાર માન્યો હતો.આવા કોરોનાના કપરા સમયમાં નિ:સ્વાર્થ ભાવે  મિતગ્રુપના સદસ્યો રક્તદાન કરે છે અને કરતા રહેશે .

(11:37 pm IST)