ગુજરાત
News of Friday, 16th April 2021

અમદાવાદ રૂરલ વિસ્તારમાં કોરોનાનો પ્રકોપ વધતા ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 900 બેડ વધારાયા

કલેક્ટર દ્વારા રૂરલ એરિયામાં 17 ખાનગી હોસ્પિટલને કોવિડ ડેઝિગનેટેડ હોસ્પિટલ બનાવાઈ : 3 સરકારી હોસ્પિટલ તેમજ 2 કિવિડ કેર સેન્ટર ઉભા કરાયા

અમદાવાદ : કોરોનાના કેસોમાં શહેરોની સાથે રૂરલ વિસ્તારમાં પણ ધરખમ વધારો થઈ રહેલો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં લઈને અમદાવાદ કલેકટર દ્વારા રૂરલ એરિયામાં 900 કરવામાં આવ્યા છે. અમદાવાદ કલેક્ટર દ્વારા છેલ્લા 2 દિવસમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મળીને 900 બેડ વધારવામાં આવ્યા છે. જેમાં સરકારી હોસ્પિટલમાં 510 બેડ વધારવામાં આવ્યા છે. તેમજ ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગનેટેડ હોસ્પિટલ બનાવીને 306 બેડ વધારવામાં આવ્યા છે. તેમજ કોવિડ કેર સેન્ટરમાં 70 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ કલેક્ટર દ્વારા રૂરલ એરિયામાં 17 ખાનગી હોસ્પિટલને કોવિડ ડેઝિગનેટેડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. તેમજ 3 સરકારી હોસ્પિટલ તેમજ 2 કિવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે. કેસો વધતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે શહરેની 96 ટકા જેટલી હોસ્પિટલો ભરાઈ જવા આવી છે. જેથી દર્દીઓને સારવાર માટે દાખલ થવામાં ભારે હાલાકીનો સામેનો કરવો પડી રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં હાલ 99 ટકા વેન્ટિલેટર અને 98 ટકા ઓક્સિજન બેડ ભરાઈ ગયા છે. જો કે, હાલ ખાનગી હોસ્પિટલોમાં 5817માંથી 227 બેડ જ ખાલી છે.

 

અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટેની 154 ખાનગી હોસ્પિટલોમાં 5817માંથી હવે કુલ 227 બેડ ખાલી છે. જેમા આઈસોલેસનમાં 129, HDUમાં 78, વેન્ટિલેટર વિના ICUમાં 14 અને વેન્ટિલેટર સાથે ICUમાં 6 બેડ ખાલી છે. તે ઉપરાંત કોવિડ કેર સેન્ટરની વાત કરીએ તો 363 બેડ ખાલી છે.

અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી તમામ કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકે તે માટે મેડિસીટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર 24×7 કાર્યરત છે. તદનુસાર, 1200 બેડ હોસ્પિટલ માટે 94097-66908 / 94097-76264 હેલ્પલાઇન નંબર, મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ માટે – 940976697 હેલ્પલાઇ નંબર, આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) માટે – 079-49017074 / 079-49017075 હેલ્પલાઈન નંબર, યુ.એન. મહેતા હાર્ટ ઇનસ્ટીટ્યુટ માટે – 90999 55247 / 90999 55248 હેલ્પલાઈન નંબર, જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) માટે – 079-22690000 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવેલા છે.

(11:34 pm IST)