ગુજરાત
News of Friday, 16th April 2021

કોરોનાના આતંક સામે સ્મશાનો ફૂલ છે પણ માનવતા પણ ના જોનારા ઈસમો : 18 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે 2 આરોપી વરુણ કુંદરા , મનીષસિંગ ગયા પાંજરે

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી SOG પીએસઆઈ અમીરાજસિંહ રાણા તેની ટીમે માનવતા ભૂલનાર ને દિવસે તારા બતાવ્યા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા ઓપરેશન ગ્રુપના પીએસઆઇ અમીરાજસિંહ રાણા અને ટીમે મળેલી બાતમીના આધારે છટકુ ગોઠવ્યું હતું. જેમાં વાપી હાઇવે પર યુપીએલ ચોકડી નજીક અમીરાજસિંહ રાણાએ ગ્રાહકના સ્વાંગમાં એક શખ્સ પાસેથી રૂ.૧.૪૪ લાખ આપી ૧૨ રેમડેસીવિર ઇન્જેકશન લીધા બાદ શખ્સને પકડી પાડયો હતો. બાદમાં પૂછપરછ કરી જથ્થો આપનાર દમણની બ્રુક ફામાઁ કંપનીના ટેકનિકલ ડાયરેકટર મનીષ રામનારાયણ સિંગ (રહે.ચણોદ કોલોની,વાપી) ને વધુ ઇન્જેકશનની જરૂરિયાત હોવાનું જણાવી બોલાવ્યો હતો.મનીષ સિંગ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસે તેની પાસેથી ૬ નંગ ઇન્જેકશન મળી આવ્યા હતા. પોલીસે કુલ ૧૮ નંગ ઇન્જેકશન જપ્ત કરી કાળાબજારીયા વરૂણ સુરેન્દ્ર કુન્દ્રા (રહે.દિલીપનગર,દમણ) અને મનીષસિંગની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં વધુ નાણાં કમાવવા વરૂણે બ્રુક ફામાઁ કંપનીના ટેકનિકલ ડાયરેકટર મનીષ સિંગને સગાનો પોઝિટીવ રિપોટઁ આવ્યો હોવાનું જણાવી રેમડેસીવિર ઇન્જેકશન મેળવી કોઇપણ જાતની પરવાનગી કે પ્રિસ્ક્રિપશન વગર વધુ નાણાં મેળવી વેચતો હતો. વરૂણ પ્રતિ ઇન્જેકશન રૂ.૧૨ હજરમાં વેચતો હતો.પોલીસ ની આ કામગીરી ને લોકો એ વધાવી હતી

(11:24 pm IST)