ગુજરાત
News of Tuesday, 16th April 2019

પોરબંદરમાં મુખ્યમંત્રીના આગમન પહેલા ખારવા સમાજની રેલી રદ કરાવ્યાની વાત પાયાવિહોણી: પ્રેમજીભાઈ ખુદાઈને પત્ર લખીને બાબુભાઇ બોખીરીયાએ કર્યો ખુલાસો

રણછોડભાઈ અને કિશોરભાઈ પરિવાર વચ્ચે સમાધાન બાદ રણછોડભાઈને ભાજપ પ્રવેશનો નિર્ણય થતા રેલી પોતાની રીતે રદ કરી હોય શકે

પોરબંદર ;રાજ્યના મુખ્યમનત્રી વિજયભાઈ રૂપાણીના પોરબંદર આગમન પૂર્વે ખારવા સમાજની રેલી રદ કરાવ્યાની વાત પયાવિહોણી હોવાનું જણાવી ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ  પ્રેમજીભાઈ ખુદાઈ વાણોટ પ્રમુખ અને પંચ પટેલ અને ટ્રસ્ટીઓ અને પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ જોગ પત્ર પાઠવી જણાવ્યું હતું કે બાબુભાઇ બોખીરીયા અને ખીમજીભાઈ મોતીવરસ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ ખારવા સમાજનો વિરોધ કરીને સમાજની રેલી રદ કરાવતા ખારવા સમાજનું અપમાન થયેલ હોય,ખારવા સમાજના કોઈપણ ભાઈ-બહેનોએ મુખ્યમંત્રીની સુદામા ચોક ખાતેની સભામાં જવું નહીં તે પ્રકારનો સંદેશ સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલ હતો તો આ અંગે સત્ય હકીકત ખારવા સમાજની મઢી ન્યાય મંદિરના વડા તરીકે જણાવી રહયો છે

  ખારવા સમાજના આગેવાનો ભાજપાસ સાથે વર્ષોથી સક્રિય જોડાયા છે કેટલાક સિનિયર આગેવાનોની ઈચ્છા મુજબ કેટલાક નિષ્ક્રિય આગેવાનોને ફરીથી સક્રિય કરવા જિલ્લા ભાજપ પ્રમુખ અને ખારવા સમાજના મોભીઓને ભૂતકાળમાં મળવા ગયેલો હતો અને કેટલાક લોકોના મનદુઃખ દૂર કરવા પ્રયાસ કર્યા હતા સંસદ ચુનીભાઈ ગોહેલ સાથે વાત કરીને ખારવા સમાજના આગેવાન તરીકે પોરબંદર આવીને કિશોરભાઈ અને રણછોડભાઈને સાથે બેસાડી સમાધાન કરાવવા જણાવ્યું હતું

પરંતુ માર્યાદિત સમયને કારણે શક્ય નહીં બનતા પક્ષે નક્કી કર્યું કે રણછોડભાઈના પરિવાર અને કિશોરભાઈ પરિવાર વચ્ચે સમાધાન ના થાય ત્યાં સુધી રણછોડભાઈનો ભાજપમાં પ્રવેશ મુલતવી રાખવો સમાધાન થાય તુરત સનમાનભેર પ્રવેશ આપવો કદાચ આ ઘટનાક્રમથી નારાજ થઈને ખારવા સમાજની રેલી સ્વરૂપે મુખ્યમંત્રીની સભામાં આવવાનો નિર્ણંય કરાયો હતો તે પોતાની રીતે જ રદ કર્યો હશે

  મુખ્યમંત્રીના પોરબંદર આગમન પહેલાની આ સત્ય હકીકત છે આથી ખારવા સમાજની રેલી મેં અને ખીમજીભાઈ મોતીવરસે રદ કરાવ્યાની વાત પાયાવિહોણી છે ખારવા સમાજના મોભી રણછોડભાઈ શિયાળ અને બીજા આગેવાનો સક્રિય થાય એ પાર્ટી માટે વિશેષ અવસર છે આ સંજપગોમાં ખારવા સમાજ કે તેઓના આગેવાનોનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી

(11:21 pm IST)