ગુજરાત
News of Tuesday, 16th April 2019

મહેસાણા જિલ્લામાં ભારે પવન ફુંકાયો :વિજાપુરના માલોસણ ગામમાં વીજળી પડતા એકનું મોત

મહાસાણા જીલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવતા પવન સાથે વાવાઝોડું ફૂંકાયું છે.  ભારે પવન સાથે વરસાદ ફૂલ ગતીથી ફૂંકાઈ રહ્યો છે. પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ ગઈ છે.  મહેસાણાના વિજાપુર તાલુકામાં માલોસણ ગામમાં વરસાદી માહોલમાં વીજળી પડી. માલોસણ ગામમાં વીજળી પડતા એકનું મોત થયાના પમ સમાચાર આવી રહ્યા છે. ઠાકોર કોદરજી પ્રધાનજી પર વીજળી પડતા ઘટના સ્થળ પર તેમનું મોત થયું. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.

(10:04 pm IST)