ગુજરાત
News of Tuesday, 16th April 2019

વડોદરાની કોર્ટમાં વકીલોએ બેઠક વ્યસ્થાને લઇને વિરોધ પ્રદર્શન : પ્રમુખ હસમુખ ભટ્ટની અટકાયત

વકીલોએ વેક્સીન કોર્ટની લોબીમાં બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન

 

વડોદરાની કોર્ટમાં વકીલોએ બેઠક વ્યસ્થાને લઇન વિરોધ કર્યો હતો. વકીલોએ વેક્સીન કોર્ટની લોબીમાં બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન હતું. વકીલોના વિરોધના કારણે પોલીસે કોર્ટમાં પહોંચીને વકીલોનો વિરોધ અટકાવવા માટે વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટની અટકાયત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં 130 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી કોર્ટ એશિયાની સૌથી મોટી કોર્ટ છે. પરંતુ કોર્ટમાં વકીલોને બેસવાની સુવિધા પણ કરવામાં આવી નથી. કોર્ટનું ઉદ્ધઘાટન કર્યા પછીના બે દિવસ બાદ વકીલોએ બેઠક વ્યવસ્થાના મામલે ઉપવાસ કર્યા હતા અને તેઓ પોતાના કામથી અળગા રહ્યા હતા. ત્યારે રાજ્યભરના વકીલોએ પોતાનું સમર્થન વડોદરાના વકીલોને જાહેર કર્યું હતું.

(9:46 pm IST)