ગુજરાત
News of Tuesday, 16th April 2019

અંકલેશ્વર એનસીટીના કર્મચારીની હડતાલ ત્રીજા દિવસે સમેટાઈ :પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાહેંધરી અપાઈ

અંકલેશ્વર એનસીટીના કર્મચારીની હડતાલ ત્રીજા દિવસે એ.આઇ.એ પી.આઈ.એ અને જીપીસીબી દ્વારા દરમિયાનગીરી કરી ચુંટણી બાદ તેમના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતાં કર્મીઓએ હડતાળ પાછી ખેંચી હતી.

   અંકલેશ્વર, ઝગડીયા અને પાનોલી જીઆઇડીસીના પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠાલવતી એનસીટી કંપનીના કોન્ટ્રક્ટના કર્મચારીઓ ગત શનિવારના રોજ હડતાલ પર ઉતર્યા હતા. જેના ત્રીજા દિવસના અંતે જીપીસીબીની વડી કચેરીના અધિકારીઓ, એ.આઈ.એ અને પી.આઈ.એના કમિટી સભ્યો તેમજ એનસીટી અને કર્મચારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી

   બેઠકમાં વાટાઘાટો બાદ મેનેજમેન્ટે કામદારોના પ્રશ્નોનું ચૂંટણી બાદ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતા કર્મચારીઓએ હડતાળ સમેટાઇ લીધી હતી. જેના પગલે કામદારોએ ફરી તેમની કામગીરીની શરૂઆત કરી હતી. જો કે ચૂંટણી બાદ તેમની માંગણીઓ નહિ

(8:39 pm IST)