ગુજરાત
News of Tuesday, 16th April 2019

સુરત: સોશિયલ મીડિયા પરથી તિજોરી કાપવાનું શીખી બે ગઠિયા 17 લાખના હીરાની ચોરી કરતા ઝડપાયા

સુરત:કાપોદ્રા મોહન નગર ડાયમંડ એસ્ટેટ વિભાગ ૧ માં આવેલા જાનવી જેમ્સના મુખ્ય દરવાજા અને ગ્રીલના દરવાજાને મારેલું તાળું કટર મશીન થી કાપી તેમજ અંદર પ્રવેશી તિજોરીનો પાછળનો ભાગ પણ ગેસ કટરથી કાપી રૂ. ૧૭ લાખની કિંમતના કાચા અને તૈયાર હીરા ચોરનાર ત્રણ પૈકી બેને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી રૂ.૧૧.૧૭ લાખના હીરા કબજે કરી કાપોદ્રા ઉપરાંત દામનગર પોલીસ સ્ટેશનનો હીરા ચોરીનો ભેદ પણ ઉકેલ્યો છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં મોટા વરાછા સિલ્વર મેગ્જીમા ફ્લેટમાં રહેતા ૩૪ વર્ષીય કિર્તીભાઈ રામજીભાઈ ભીકડીયાના કાપોદ્રા મોહનનગર ડાયમંડ એસ્ટેટ વિભાગ ૧ મકાન નં. ૧ ના પહેલા માળે જાનવી જેમ્સના નામે હીરાના કારનામાં મુખ્ય દરવાજો, ગ્રીલના તાળા અને તિજોરી કાપીને તસ્તરો તા.૪ એપ્રિલની રાતે રૂા.૧૭ લાખના કાચા અને તૈયાર હીરાની ચોરી કરાઇ હતી. શિફ્ટીંગ કરવાનું હોવાથી સી.સી.કેમેરા પણ માલિકે કાઢી નાંખ્યા હતા અને તે રાતે જ ચોરી થઇ હતી. 

(6:08 pm IST)