ગુજરાત
News of Tuesday, 16th April 2019

બારડોલી પલસાણા નેશનલ હાઇવે પર ટેમ્પોમાં અચાનક આગ ભભુકતા અફરાતફરી

કાગળનો વેસ્ટ ભરેલો હોવાથી આગ ઝડપી પ્રસરતા આખો ટેમ્પો બળીને ખાખ: ચાલક અને ક્લીનર સુરક્ષિત

 

બારડોલી પલસાણા નેશનલ હાઇવે નંબર 53 પરથી પસાર થતા ટેમ્પોમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. ચાલક અને ક્લીનર સુરક્ષિત બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી.  

જાણવા મળ્યા મુજબ ટેમ્પોમાં કાગળનો વેસ્ટ ભરેલો હતો જેને કારણે આગ ખૂબ જલ્દી પ્રસરતા આખો ટેમ્પો જોતજોતામાં ખાખ થઈ ગયો હતો. બારડોલી ફાયર બ્રિગેડ સ્થળ પહોંચે તે પહેલાં તો ટેમ્પો સંપૂર્ણ બળી ગયો હતો

  રોડ પર ચાલુ ટેમ્પોમાં લાગેલી આગથી રોડ પર ટ્રાફિક જામ થઈ જતા વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી. બાદમાં પોલીસે ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. ફાયરબ્રિગેડ ના સૂત્રો ના જણાવ્યા અનુસાર ટેમ્પો પેપર વેસ્ટ ભરી ને હજીરા થી ગંગાધરા જય રહયો હતો ત્યારે આગ લાગી હતી 

(12:50 am IST)