ગુજરાત
News of Monday, 15th April 2019

ગાંધીનગરમાં મેયર પદ સંભાળતા પહેલા કોંગ્રેસે રીટા પટેલનો કર્યો વિરોધ

ચેમ્બરમાં કરાયેલ રીનોવેશન મુદ્દે ચૂંટણીપંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર તરીકે રીટા પટેલ પદભાર સંભાળશે.તેવી જાહેરાત થતાની સાથે રીટા પટેલ સામે વિરોધના સુર ઉઠ્યા હતા. મેયરની ચેમ્બરમાં કરવામાં આવેલા રીનોવેશનના મુદ્દે કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી.

  ગાંધીનગર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરે લેખિતમાં ચૂંટણીપંચને ફરિયાદ કરતા જણાવ્યું છે કે, લોકસભાની ચૂંટણી હોવાના કારણે આચારસંહિતાનો અમલ ફરજિયાત કરવો પડે છે અને જ્યારે મેયરની ઓફિસનું રીનોવેશનનું કામ કરવામાં આવ્યું ત્યારે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી જેના કારણે તે ગેરકાયદેસર છે. એટલે તેમની સામે આચારસંહિતાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કાયદાકીય ગુંચવણના કારણે રીટા પટેલ મેયરનો પદભાર સંભાળી શક્યા ન હતા અને હવે જ્યારે આજે તેઓ મેયર પદ સાંભળવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરો કોઈને કોઈ રોળા વચ્ચે નાંખી રહ્યા છે

   આચારસંહિતા ભંગની ફરિયાદ કર્યા પછી કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપો કર્યા છે કે, સામાન્યસભા વગર જ મેયરનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેના કારણે મેયરનું નામ જાહેર કરવા માટે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેને લઈ કોંગ્રેસના કોર્પોરેટરોએ મેયરના નામ જાહેર કરવાનો વિરોધ કરતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.

(8:49 pm IST)