તારાપુર-વટામણ હાઇવે પર ટ્રક-કાર વચ્ચે ગોજારો અકસ્માત: પિતા-પુત્રને ગંભીર ઇજા
તારાપુર:તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા વરસડા પાટીયા પાસે આજે વહેલી સવારના ત્રણેક વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે જતી ટ્રકની સામે કાર ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં બેને ઈજાઓ થવા પામી હતી. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર મુળ યુપીનો પરંતુ હાલમાં અમદાવાદના હાથજ ખાતે રહેતો ટ્રક ચાલક સંતોષ ઉપાધ્યાય દિવાકર ઉપાધ્યાય પોતાની ટ્રકમાં રાજકોટથી મરઘીનો ખાવાનો ખોરાક ભરીને છત્તીસગઢના રાયપુર નજીક આવેલા રાજનંદ ગામે જવા નીકળ્યો હતો. વહેલી સવારના ત્રણેક વાગ્યાના સુમારે તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા વરસડા પાટીયા પાસેથી પસાર થતો હતો ત્યારે સામેથી એક સ્વીફ્ટ કાર નંબર જીજે-૧૦, એપી-૮૪૨અથડાઈ હતી જેમાં કારમાં સવાર નારણભાઈ દેવુભાઈ રોઝીયા (ઉ. વ. ૪૬)તેમજ ભોજાભાઈ નારણભાઈ રોઝીયા (ઉ. વ ૨૭, રે. બન્ને જામખંભાળીયા)ને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતાં તેમને તુરંત જ ૧૦૮ મોબાઈલવાન દ્વારા સારવાર માટે તારાપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.