ગુજરાત
News of Monday, 15th April 2019

નડિયાદના દંતાલીમા તળાવમાંથી માટી ખોદવાના બનાવમાં અન્ય વ્યક્તિએ ગેરકાયદે માટી ખોદવાનો મામલો પોલીસ મથકમાં પહોંચ્યો

નડિયાદ:પાસે આવેલ દંતાલી ગામે તળાવમાંથી માટી ખોદવાનો કોન્ટ્રાકટ મેળવનાર વ્યકિતની ગેરહાજરીમાં અન્ય વ્યકિતઓ દ્વારા ગેરકાયદે રીતે માટી ખોદાણનો મામલો વસો પોલીસ મથકે પહોંચ્યો છે. જેથી પોલીસે સ્થળ તપાસ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતોમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત દંતાલી ગામની સીમમાં આવેલ તળાવને ઊંડુ કરવાનો સરકારનો કોન્ટ્રકટ નડિયાદના વિજયભાઇ ભરવાડે મેળવ્યો હતો. દરમયાન ગત ૧ એપ્રિલના રોજ વસોના ટીડીઓએ ટેલિફોનિક સૂચના આપીને ચૂંટણી સુધી તળાવ ખોદકામની કામગીરી બંધ રાખવા જણાવ્યું હતું. જેથી વિજયભાઇએ ખોદકામ બંધ કર્યુ હતું. પરંતુ તેમની ગેરહાજરીમાં કેટલાક ઇસમો તળાવમાં ગેરકાયદે ખોદકામ કરી રહ્યાની વાત જાણવા મળતા વિજયભાઇ અને તેમના મિત્રો તળાવ પર પહોંચ્યા હતા. 

(5:25 pm IST)