ગુજરાત
News of Monday, 15th April 2019

સુરતમાં મનપાએ બનાવેલ ફૂટપાથ પર ધંધાદારીઓનો કબ્જો: લોકોને હાલવા-ચાલવામાં મુશ્કેલી

સુરત: શહેરમાં લોકો માટે સલામત રીતે ચાલવા માટે બનાવાયેલી ફૂટપાથ પર ધંધાદારીઓએ કબ્જો કરી દીધો છે.  ફૂટપાથ પર કેટલીક જગ્યાએ કાર મેળાવાળાએ કબ્જો કરી લેતાં લોકોએ મજબુરીથી પોતાનો જીવ જોખમમાં મુકીને રસ્તા પર ચાલવું પડી રહ્યું છે. જો લોકો ફૂટપાથ પર થોડો સમય માટે વાહન પાર્ક કરે તો પોલીસ વાહન ઉચકી જાય છે પરંતુ કાર મેળાવાળા આખો દિવસ વાહન પાર્ક કરે તો પણ કોઈ કાર્યવાહી થતી નથી. મ્યુનિ. અને પોલીસની આવી બેધારી નીતિના કારણે લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે.

સુરતમાં ટ્રાફિક અને મ્યુનિ.ના નિયમ જુદા-જુદા વિસ્તારમાં સામાન્ય પ્રજા અને ધંધો કરનારા માટે અલગ જોવા મળી રહ્યાં છે. મ્યુનિ.એ લોકો માટે બનાવેલા ફૂટપાથ પર લોકોને ચાલવા માટેની જગ્યા ન રહે તે રીતે દબાણ કરવામાં આવી રહ્યાં છે. હાલ જહાંગીરપુરા ખાતે મ્યુનિ.એ બનાવેલા ફૂટપાથ પર ધંધાદારી લોકોએ કબ્જો કરી લીધો છે. 

(5:20 pm IST)