ગુજરાત
News of Monday, 15th April 2019

અમદાવાદમાં વિચિત્ર કિસ્સો :ગાય સાથે કુકર્મ આચરતો યુવક ઝડપાયો

ગાયના માલિકનું ધ્યાન જતા ઝડપી લઇને પોલીસ હવાલે કર્યો :આરોપી મૂંગો અને પિતા-ભાઈ સાથે રહેતો હોવાનું ખુલ્યું

અમદાવાદમાં વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર કાર્ગો ગેટની અંદર એક વ્યક્તિ ગાય સાથે કુકર્મ આચરતા ઝડપાયો છે ગાયના માલિકનું ધ્યાન જતાં તેણે લાલા નામના વ્યક્તિને પકડીને મેઘાણીનગર પોલીસને સોંપી દીધો હતો.

    ગાયના માલિકે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, રવિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ તેની કાળા કલરની દૂઝણી ગાય બપોરે ઘરેથી ભાગી ગઈ હતી. આ દરમિયાન ગાયની શોધખોળ આચરવામાં આવી હતી. બપોરે બે વાગ્યે ભાર્ગવ રોડ પર કાર્ગો ગેટની અંદરના ભાગે જોગણી માતાના મંદિરથી દૂર એરપોર્ટની દીવાલ પાસે ગાય મળી આવી હતી. ત્યાં જતાં માલુમ પડ્યું હતું કે એક વ્યક્તિ તેનું પેન્ટ ઉતારીને ગાય સાથે કુકર્મ કરી રહ્યો હતો

    આ અંગે બાદમાં ગાયના માલિકે પોલીસને જાણ કરી હતી. આરોપી યુવકનું નામ લાલો હોવાનું તેમજ લીમડા બસ સ્ટેન્ડ કુંભાજી ચાલીમાં રહેતો હોવાની માહિતી મળી છે. ધરપકડ કરવામાં આવનાર વ્યક્તિ મુંગો હોવાનું તેમજ તેના પિતા અને ભાઈ સાથે રહેતો હોવાનું માલુમ પડ્યું છે. આ બાબતે પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)