ગુજરાત
News of Monday, 15th April 2019

સુરતના કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાને જાનથી મારી નાંખવાની ધમકી

ગાડી રસ્તામાં અટકાવીને અસામાજિક તત્ત્વએ જાનથી મારી નાખવાની ધમકી આપી

સુરતના કામરેજના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયાની ગાડી રસ્તામાં અટકાવીને અસામાજિક તત્ત્વએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ધારસભ્ય વી. ડી. ઝાલાવાડિયાએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

  વી. ડી. ઝાલાવાડિયાએ જણાવ્યું હતુ કે, આજે રવિવાર હતો એટલે આજે બધા ઓપનીંગના કાર્યક્રમો હોય એટલે હું એક કાર્યક્રમ પતાવીને બીજા કાર્યક્રમમાં જઈ રહ્યો હતો. એટલે રસ્તા પર ઉભેલા એક વ્યક્તિને મારા ડ્રાઈવરે અરજ કરી કે, ભાઈ ગાડી થોડી સાઈડમાં લે એટલે મારી ગાડી નીકળી જાય, બે વાર કેવા છતાં તેને ગાડી ન લીધી અને ગાળાગાળી શરૂ કરી. મગજ મારી વધારે થતા મારી ગાડીની પાછળની સીટ પર બેસેલા પંકજ ડોબરીયાએ કહ્યું ભાઈ કે, થોડો રસ્તો આપ આ ધારાસભ્ય અહીં બેઠા છે અને તુ આમ કરે છે. ત્યારે  સામેના વ્યક્તિએ કહ્યું કે, ધારાસભ્ય હોય તો શું છે એમ કહીને એ મારા કાચ બાજુ એટલે મેં તેને સમજાવ્યો અને મેં કહ્યું કે, ભાઈ ગાડી ઉભી રાખીને ગાળાગાળી કરવી તમને આ ઉમરે શોભે છે. એટલે તેને બીજા છોકરાઓને બોલાવ્યા અને કહ્યું કે, આ ગાડીના કાચા તોડી નાંખો. ધારાસભ્ય હોય તો શું છે, અહીં આવવાનું નહીં અને આ રસ્તા પર નીકળવાનું નહીં. આવી ધમકીઓ આપી એટલે અને પુણા પોલીસ આવ્યા એટલે તેની સાથે રહેલા બીજા બે ત્રણ જણા હતા તેને કીધું ભલે અત્યારે અંદર બેસાડી દો પછી હું આ બધાને સાફ કરી દઈશ.

(9:05 pm IST)