સુરતમાં વડાપ્રધાન મોદીના 'મેં ભી ચોકીદાર 'સૂત્રએ મચાવી ધૂમ :500 જેટલા વોચમેનને ટીશર્ટ વિતરણ

સુરત: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર ટાર્ગેટ કરી ચોકી દાર ચૌર હૈનું સ્લોગન આપ્યુ હતુ. જેના વળતા જવાબમાં આજે વડાપ્રધાન મોદીએ એક ગીત લોન્ચ કરીને ‘મૈં ભી ચોકીદાર’નું સૂત્ર આપીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.
સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા અનોખી રીતે મૈ હું ચોકીદારનું સ્લોગન લોકો સુધી પહોંચાડયુ છે. હર્ષ સંઘવી દ્વારા શહેરના મોલ તથા શો રુમના વોચમેનને એક ટી શર્ટ આપી છે. જેના પર મૈ હું ચોકીદારનું સ્લોગન લગાવવામા આવ્યુ છે. સુરતમાં ચોકીદારોમાં મૈં ભી ચોકીદારની ટીશર્ટ ધૂમ મચાવી રહી છે.
સુરતમાં અલગ અલગ જગ્યાએ કામ કરતા વોચમેનોએ આ ટી શર્ટ પહેરીને જાણે પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું હતું. અત્યાર સુધી નમો અગેઇનની ટીશર્ટ ટ્રેન્ડમાં હતી. પણ પીએમ મોદીના મૈં ભી ચોકીદારના સૂત્ર પછી આ ટી શર્ટની ડિમાન્ડ પણ વધી છે. લોકસભાની ચૂંટણી પહેલાં આ એક નવા જ પ્રકારના ફેશન ટ્રેન્ડ લોકોની વચ્ચે પ્રચલિત થયો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 500 વોચમેનોમા આ ટી શર્ટનું વિતરણ કરી દેવામા આવ્યુ છે.