ગુજરાત
News of Saturday, 16th March 2019

વડોદરામાં ન્યુઝ રિપોર્ટના સ્વાંગમાં ધાકધમકી આપી વિવિધ વસ્તુઓ ખરીદી ઠગાઈ કરતા પિતા-પુત્ર અને પુત્રીની ધરપકડ

ટોળકી વિરુદ્ધ છ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે :પોલીસ હોવાનો પણ ખોટો રુઆબ બતાવતા હતા

 

વડોદરાના પત્રકાર હોવાના નામે દુકાનદારો પાસેથી વિવિધ વસ્તુઓ ખરીદીને ખોટા ચેક આપીને ઠગાઈ કરતી ટોળકીને પીસીબી પોલીસે ઝડપી લીધી છે દુકાનદારો અને સામાન્ય નાગરિકોને ધાક-ધમકી આપી વિવિધ ચીજવસ્તુઓ પડાવી લેનાર પિતા પુત્ર અને પુત્રીની ધરપકડ કરી ચાર લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે

 ગ્રાહકના સ્વાંગમાં ટોળકી વિવિધ સ્થળો પર જઈને પોલીસ અથવા તો ન્યુઝ રિપોર્ટરના સ્વાંગમાં ધાક-ધમકી આપી વિવિધ વસ્તુઓ ખરીદી ખોટા ચેકો આપી હાથ અધ્ધર કરી દીધા હતા. ટોળકી વિરુદ્ધ વડોદરા શહેરના જેટલા પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાય છે જેને લઈને પોલીસની ટોળકીને ફરિયાદના આધારે ઝડપી લેવામાં સફળ બની છે.

 સમગ્ર મામલામાં વડોદરા પીસીબી પોલીસએ આપેલી માહિતીમાં ટોળકી ભેગી મુખ્ય સૂત્રધાર પિયુષ ઉર્ફે યસ રાજુભાઈ ઝાલા ઇલેક્ટ્રિકની દુકાનમાં જતો હતો. વિવિધ વસ્તુઓ ખરીદવાની વાતો કરી વેપારીનો વિશ્વાસ કેળવવાનો પ્રયાસ કરતો હતો. તેની બહેન ગોલ્ડન બનાવ્યું મોનિકા ઝાલા પણ આવી પહોંચી અને વેપારી પર રૂઆબ છાંટી પોતે ન્યૂઝ ચેનલમાં એંકર હોવાની દમ મારતી હતી. ઉપરાંત પોલીસમાં હોવાનું પણ કહી સૂરમાં સૂર પુરાવતા હતા

બંને  સંતાનોના પિતા રાજુભાઈ ઝાલા પણ તેમના સંતાનો સાથે વડોદરાની વિવિધ દુકાનોમાં જઈ પોલીસ અને ન્યુઝ રિપોર્ટના ખોટા દમો મારી વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો માલ પડાવી લીધો હતો. હાલ ઝાલા પરિવાર વિરુદ્ધ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે રાજુ પિયુષ અને મોનિકાની ધરપકડ કરી ગઈકાલે ચાર લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે

(10:02 pm IST)