ગુજરાત
News of Saturday, 16th March 2019

ભાજપના સાંસદ સી.આર.પાટીલ સામે આચાર સહિતતા ભંગની ફરિયાદ :કોંગી નગરસેવકે ચૂંટણીપંચમાં કરી રાવ

પાટીલ દ્વારા ફેસબુક પેજ પર સેના હવે બનશે મજબુત પોસ્ટ મુકતા વિવાદ .

સુરત: લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થતા ચુંટણી પંચ દ્વારા ગાઇડ લાઇન પાડવામા આવી છે.ત્યારે ભાજપ સાંસદ સી.આર. પાટીલ સામે આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ થઇ છે  કોગ્રેસના કોર્પોરેટર દ્વારા ચુંટણી પંચને ફરિયાદ કરાઈ છે 

  ચુંટણી પંચની ચૂંટણીની ગાઇડલાઇન મુજબ ચૂંટણી દરમિયાન સૈન્યના જવાનો અથવા સૈન્યનો પ્રચાર માટે ઉપયોગ નહિ કરી શકે. ત્યારે નવસારીના સાસંદ સી.આર.પાટીલ દ્વારા પોતાના ફેસબુક પેજ પર સેના હવે બનશે મજબુત કરીને એક પોસ્ટ મુકવામા આવી હતી.

  આ પોસ્ટમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી તથા સૈન્યના જવાન તથા મિસાઇલનો ફોટો મુકવામા આવ્યો હતો. જે અંગેની જાણ કોગ્રેસી કોર્પોરેટરને થતા તેમને આ અંગે આચાર સહિતતા ભંગની ફરિયાદ કલેકટર અને ચુંટણી પંચને કરી હતી. આ ઉપરાત આ બનાવમા યોગ્ય અને કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.

 આ અંગે સાંસદ સીઆરપાટિલએ આ બનાવથી અજાણ હોવાનું નિવેદન આપ્યુ હતુ તથા તેઓએ આ પ્રકારની પોસ્ટ મુકી હોય તેવુ તેમને ખ્યાલ ન હતુ. આ ઉપરાંત તેઓએ પોતાના બચાવમા જણાવ્યુ હતુ કે તેઓ હજી સુધી ઉમેદવાર જાહેર થયા નથી. જેથી આચાર સહિતતાનો ભંગ નહિ ગણાશે.

(9:26 pm IST)