ગુજરાત
News of Saturday, 16th March 2019

વડોદરામાં ASI હસમુખભાઈ પરમારે કેરોસીન છાંટીને જાત જલાવી :સારવાર દરમિયાન મોત

કામનું ભારણ અને કૌટુંબિક સમસ્યાના ત્રાસથી પગલું ભર્યાનું પ્રાથમિક તારણ

વડોદરા :વડોદરામાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ પરમારે શરીર ઉપર કેરોસીન છાંટીને જાત જલાવી હતી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં તેમનું  સારવાર  દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

  સયાજીગંજ પોલીસ સ્ટેસનમમાં એએસઆઇ તરીકે હસમુખ પરમાર તરજ બજાવતા હતા તેમણે હરણી તેમના નિવાસ સ્થાને કોઇ કારણો સર પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી હતી  પરિવારના લોકોએ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલતી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

  હસમુખભાઈ પરમારે કામના ભારણ અને કૌટુંબિક સમસ્યાના ત્રાસથી આ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ છે  જોકે, તેમની આત્મહત્યાનું ચોક્કસ કારણ તો પોલીસ તપાસ બાદ જાણવા મળશે

(9:07 pm IST)