મિશ્ર સિઝનની વચ્ચે ભુજમાં પારો વધીને ૩૮ પર પહોંચ્યો
અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૩.૩ ડિગ્રી : સુરતમાં ૩૬.૬ તેમજ રાજકોટમાં પારો ૩૫.૫ થઈ ગયો
અમદાવાદ,તા. ૧૬ : અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ બેવડી સિઝનનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે એકાએક ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. આજે ભુજમાં પારો વધીને ૩૮ ઉપર પહોંચી ગયો હતો. બીજી બાજુ રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૫.૫ સુધી પહોંચ્યું હતું. અન્ય વિસ્તારોમાં પણ ગરમીના પ્રમાણમાં વધાર થઈ રહ્યો છે. આજે સુરતમાં ૩૬.૬ અને અમરેલીમાં પારો ૩૫.૮ સુધી પહોંચ્યો હતો. રાજ્યમાં એકંદરે મહત્તમ તાપમાન હવે ૩૩થી લઈને ૩૮ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. મળેલી માહિતી મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન પ્રદેશમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ વર્તમાન સ્થિતિમાં પણ ગરમીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. નીચલી સપાટી ઉપર પવનો ફુંકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં તાપમાનમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આજે અમદાવાદ શહેરમાં પણ બપોરના ગાળામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આવતીકાલે અમદાવાદમાં પારો ૩૩ ડિગ્રી સુધીની આસપાસ રહી શકે છે. દેશના કેટલાક ભાગોમાં હાલમાં કમોસમી વરસાદની અસર જોવા મળી ચુકી છે. મિશ્ર સિઝન વચ્ચે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની અસર દેખાઈ રહી છે. રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્રને સફળતા મળી રહી છે. સ્વાઈન ફ્લુના હાહાકાર વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો પણ સપાટી પર આવ્યા છે. અલબત્ત, તંત્રના પગલાની અસર પણ દેખાઈ રહી છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ૯મી માર્ચ સુધીના ગાળામાં માત્ર ૯ દિવસમાં જ ઝાડા-ઉલ્ટીના ૭૮, કમળાના ૩૨, ટાઈફોઈડના ૫૮ કેસો નોંધાયા છે. જ્યારે સાદા મલેરીયાના ૧૧ કેસ સપાટી પર આવ્યા છે. મિશ્ર સિઝનની અસર હજુ જારી રહે તેવી શક્યતા છે જેથી વિશેષ કાળજી લેવાની જરૂર છે. મિશ્ર સિઝન જોવા મળી રહી છે ત્યારે રાત્રે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સવારમાં પણ હળવી ઠંડી રહે છે પરંતુ બપોર બાદ ગરમીનો અનુભવ લોકો કર રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં પારો હજુ પણ વધુ ઉપર પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે. તીવ્ર ગરમીનો અનુભવ અમદાવાદ સહિત રાજ્યમાં થશે.
મહત્તમ તાપમાન.......
અમદાવાદ, તા. ૧૬ : અમદાવાદ સહિત રાજ્યમાં ક્યાં કેટલું મહત્તમ તાપમાન નોંધાયું તે નીચે મુજબ છે.
સ્થળ........................................... મહત્તમ તાપમાન
અમદાવાદ................................................... ૩૪.૩
ડીસા............................................................ ૩૩.૨
ગાંધીનગર...................................................... ૩૩
સુરત........................................................... ૩૬.૬
અમરેલી...................................................... ૩૫.૮
રાજકોટ....................................................... ૩૫.૫
મહુવા.......................................................... ૩૬.૪
ભુજ................................................................ ૩૮