ગુજરાત
News of Saturday, 16th March 2019

વહેલી સવારે આણંદમાંથી તસ્કરોએ ઘરમાં ઘુસી લેટપટોપ સહીત અન્ય દસ્તાવેજોની ચોરી કરી

આણંદ:શહેરના જુના રસ્તા ઉપર આવેલા નરીમાન કોમ્પલેક્ષમાં ગત ૧૩મી તારીખના રોજ વહેલી સવારના સુમારે ત્રાટકેલા એક તસ્કરે મકાનની સ્ટોપર ખોલીને અંદર પ્રવેશ કરી લેપટોપ તેમજ અન્ય દસ્તાવેજોની ચોરી કરીને ફરાર થઈ જતાં શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

ચોરીની મળતી વિગતો અનુસાર ફરિયાદી જય ભરતભાઈ મકવાણા નરીમાન કોમ્પલેક્ષમાં રહે છે. ગત ૧૩મી તારીખના રોજ સવારના પોણા સાતથી સવા સાતની વચ્ચે એક તસ્કર ત્રાટક્યો હતો અને દરવાજાની સ્ટોપર ખોલીને અંદર પ્રવેશ કરી ૩૦ હજારની કિંમતનું લેપટોપ તેમજ આરસી બુક, ચેકબુક વગેરેની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. અંગે તપાસ કરતા એક શખ્સ ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો. પોલીસે સીસીટીવી ફુટેજ કબજે કરીને તપાસ હાથ ઘરી છે. 

 

 

 

(6:48 pm IST)