ગુજરાત
News of Saturday, 16th March 2019

ખેડા એલસીબીએ નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન દેશી દારૂની હેરાફેરી કરનાર મહિલા સહીત બે ને હરિયાણા નજીકથી ઝડપ્યા

ખેડા: જિલ્લા એલસીબી પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ખેડા તાલુકાના હરિયાળા ગામ નજીકથી ટેમ્પીમા દેશી દારૂની હેરાફરી કરનાર બે ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. તેમની પાસેથી કિંમત રૂ.૪૬૨૦ દેશી દારૂ સહિત કુલ રૂ.૧,૦૫,૧૨૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

અંગે મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં ફાગણી પૂનમના મેળાને ધ્યાનમાં લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખેડા જિલ્લા એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર કે રાજપુતના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ ગતરોજ ખેડા ટાઉન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન નેશનલ હાઈવે નં ૪૮ પર ટેમ્પીમાં દારૂ લઈ જવાતો હોવાની માહિતી મળી હતી. જેને આધારે હરિયાળા ગામ નજીક ખેડા-અમદાવાદ નેશનલ હાઈવે નં ૪૮ ઉપર મયુરી હોટલ સામેથી ભુરા રંગની અતુલ શક્તિ ટેમ્પી નં જીજે ૨૩ ઝેડ ૫૨૩૧ પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી. અને તેમાં ચેકીંગ હાથ ધરતાં તેમાંથી ૧૧ નંગ કાપડની થેલીમાંથી રૂ.૪૬૨૦ કિંમતનો ૨૩૧ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. દારૂની હેરાફેરી કરનાર ટેમ્પીમાં સવાર કૈલાશબેન લાલજીભાઈ તળપદા અને અક્ષયભાઈ ભરતભાઈ તળપદા (બંને રહે નડિયાદ)ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. 

(6:47 pm IST)