ગુજરાત
News of Saturday, 16th March 2019

આડાસંબંધના કારણે યુવકની હત્યાના ગુનાહમાં પકડાયેલ વડોદરાના આરોપીને કોર્ટમાં રજૂ કરાતા ત્રણ દિવસના રિમાંડ મંજુર થયા

વડોદરા: શહેરના આજવારોડ હનુમાનપુરા રોડની ગોકુલનગર સોસાયટીમાં આડાસંબંધના કારણે યુવકની હત્યા કરવાના ગુનામાં પકડાયેલા આરોપીને બાપોદ  પોલીસે કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

અંગેની વિગત એવી છે કે ડભોઈરોડ રતનપુર ગામે ભારતનગર સોસાયટીમાં રહેતા મેઘાભાઈ ખેંગારભાઈ સાટિયાને એક પરિણીતા સાથે આડાસંબંધ હતા. જેથી અદાવતે આરોપીઓએ મેઘા સાટિયાને ગોકુલનગર ખાતે બોલાવી રૃમમાં પૂરી દઈ દોરડા વડે  ખાટલા સાથે બાંધી દીધો હતો. લોખંડની કડીયાની ડાંગો સાથે મેઘાભાઈને મારમારી ધુવા રેવાભાઈ ભરવાડ, કાળુ રેવાભાઈ ભરવાડ તથા રણછોડ ભીમાભાઈ ભરવાડે મોતને ઘાટ ઉતાર્યો હતો. ગુનામાં બાપોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ  આરોપીને પકડી શક્યો હતો.

 

 

(6:39 pm IST)