ગુજરાત
News of Saturday, 16th March 2019

અમદાવાદ: હેબતપુરની સિમ નજીકથી પોલીસે 9.50 લાખના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

અમદાવાદ:લોકસભાની ચૂંટણીમાં દારૃની રેલમછેલ કરવા બુટલેરો મેદાને પડયા હોય તેમ અમદાવાદમાં દારૃની હેરાફેરી વધી રહી છે. પોલીસે હેબતપુર ગામની સીમમાંથી રૃા. ૯.૫૦ લાખની દારુની ૨,૬૨૦ બોટલો પકડી પાડી હતી. ચૂંટણીની આચાર સંહિતાના કારણે ઠેર ઠેર ચેકિંગ છતાં પોલીસની મીલી ભગતથી છેક રાજસ્થાનથી દારૃનો જથ્થો અમદાવાદ આવ્યો હોવાની શંકા સેવાઇ રહી છે.

પોલીસ કમિશનરની ગુના નિવારણ શાખાએ ગઇકાલે મોડી રાતે હેબતપુર ગામની સીમમાં આવેલા જય મેલડી ફાર્મ ખાતે દરોડો પાડયો હતો. જ્યાં અંધારામાં પડેલી એક આઇસર ગાડી ચેક કરતાં તેમાંથી ભારતીય બનાવટની દારૃની રૃા. ૯,૪૮,૦૦૦ની કિંમતની કુલ ૨૬૨૦ બોટલો કબજે કરી હતી. પોલીસે પણ તોડ કરીને દારૃ લાવનારાને ભગાડી મૂકીને કેસ નોંધ્યો હોવાનું પોલીસ વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

(6:38 pm IST)