ગુજરાત
News of Saturday, 16th March 2019

સુરતના ઉઘનામાં કોલકાતાના ચાર વેપારીએ 39.82 લાખનું કાપડ ખરીદી છેતરપિંડી આચરતા ગુનો દાખલ

સુરત: શહેરના ઉધના દરવાજા વામા હાઉસ ખાતે કાપડનો વેપાર કરતા પીપલોદના વેપારી પાસેથી કોલકત્તાના ચાર વેપારીએ રૂ.૩૯.૮૨ લાખનું કાપડ મંગાવી પેમેન્ટ કર્યું હતું અને ધાક ધમકી આપતાં આખરે ભોગ બનેલા વેપારીએ ચારેય વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પીપલોદ ખાતે ક્રિષ્ના પાર્ક સોસાયટી ઘર નં.માં રહેતા ૪૨ વર્ષીય જનકભાઈ દિલીપભાઈ ધમણવાલા રીંગરોડ ઉધના દરવાજા વામા હાઉસના ચોથા માળે કાપડનો વેપાર કરે છે. ગત એપ્રિલ ૨૦૧૮ થી ઓક્ટોબર ૨૦૧૮ દરમિયાન જનકભાઈએ કોલકત્તામાં કાપડનો વેપાર કરતાં ચાર વેપારી મદન પુનદેવ રાઉત, અરબિંદ કુમાર સાધુસરન સિંગ, કરણ આર બી શોવ અને સુદર્શન સેઠીને કુલ રૂ.૩૯,૮૨,૪૪૮ ની મત્તાનું કાપડ મોકલ્યું હતું.

 

(6:36 pm IST)