ગુજરાત
News of Saturday, 16th March 2019

સેલવાસમાં 30 વર્ષીય યુપીવાસી યુવકે ભેદી સંજોગોમાં આપઘાતનો પ્રયાસ કરતા અરેરાટી

વાપી:સેલવાસ ખાતે રહેતા ૩૦ વર્ષીય યુપીવાસી યુવાને ભેદી સંજોગોમાં આપઘાત કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.સેલવાસના લુહારી ગામે ફાટક નજીક રાજેન્દ્રભાઈની ચાલીમાં રહેતા રાજીવ ઉદયરાજસિંહે ઘરમાં ભેદી સંજોગોમાં ગળે ફાસો ખાઈ લીધો હતો. સાંજે કંપનીમાંથી ઘરે આવેલી પત્ની રૂધીસિંહ ઘરમાં પ્રવેશતા પતિની ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ જોતા હતપ્રત બની ગઈ હતી અને બુમાબુમ કરતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા. છેલ્લા લાંબા સમયથી રાજીવ કમળાની બિમારીથી પિડાતો હોવાથી કંટાળીને પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

(6:35 pm IST)