ગુજરાત
News of Saturday, 16th March 2019

સુરત: ઉત્રાણ રેલવે ગરનાળા નજીક ઝૂંપડીમાં સૂતી આંઠ વર્ષીય બહેનનું અપહરણ કરી નરાધમે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

સુરત:ઉત્રાણ રેલવે ગરનાળા નજીકના ઝૂપડામાં મોટી બહેન સાથે સૂતેલી એક આઠ વર્ષીય બાળકીને ગત રાત્રિ દરમિયાન ઉઠાવી જઈને એક નરાધમે દુષ્કૃત્ય કર્યું હતું. બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સવારે બાળકી રડતી રડતી પરત થતા ઘટનાની જાણ થઈ હતી. સુરત રેલવે પોલીસે બાળકી સાથેના દુષ્કૃત્યની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ઉત્રાણ રેલવે ગરનાળા નજીક નહીં ઝૂંપડપટ્ટીમાંના એક ઝુપડામાં બાળકી પોતાની બહેન સાથે રાત્રી દરમિયાન સૂતી હતી ત્યારે અજાણ્યો તેને ઉંઘમાંથી ઉઠાવી ગયો હતો. અને નજીકના રેલ્વે સ્ટેશનના પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં લઈ જઈને દુષ્કૃત્ય કર્યું હતું. ગતરાત્રીના દસથી વહેલી સવારના સાત વાગ્યા દરમિયાન ઘટના બની હતી. 

(6:34 pm IST)