ગુજરાત
News of Saturday, 16th March 2019

રાજપીપળા ચોકડી નજીકથી ૩૫ બેરલ કેમિકલ ભરેલ ટેમ્પો ઝડપાયો : એક શખ્શની અટકાયત

ભરૂચ SOGએ ૩૫ બેરલ ૭૦,૩૫૦ સહિત કુલ ૬,૭૦,૩૫૦નો મુદ્દામાલ કબ્જે

ભરૂચ SOGએ અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક એક હોટલ પાસેથી કેમિકલના ૩૫ ભરેલા એક તેમ્પો સાથે ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

   મળતી વિગત મુજબ ભરૂચ SOG ટીમ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્તર મુજબની કામગીરી સબંધે રાજપીપળા ચોકડી ઓવરબ્રીજ ઉતરતા આવેલ હોટલ સિલ્વર સેવન પાસે પહોંચતા એક ટાટા ૧૧૦૯ ટેમ્પો નં.GJ-02-VV-5321રસ્તાની બાજુમાં પાર્ક કરેલ મળ્યો હતો

   જે અંગે તપાસ કરતા પોલીસને ટેમ્પામાં ૩૫ જેટલા કેમિકલ ભરેલા બેરલો મળ્યા હતા. જે અંગે વધુ તપાસ કરતા પોલીસે ટેમ્પાના ચાલક ગોવુભા પુનભા (રહે.ઝીંજુવાડા,તા. પાતડી,જી.સુરેન્દ્ર નગર) નો હોવાનું જણાવ્યું હતું તેમજ પોલીસે ટેમ્પામા કેમિકલ ભરેલ વિશે જરૂરી કાગળ માંગતા તેણે ગલ્લા-તલ્લા કરી ઉડાઇ જવાબ આપતા પોલીસે તેની અટકાયત કરી સઘન પુછતાછ કરતા ચાલકે ટેમ્પો પોતાનું હોવાનું તેમજ બેરલમાં ભરેલ કેમિકલ નાઇટ્રોજન બેન્ઝીંન હોવા સાથે તેણે આ કેમિકલ સચીન જી.આઇ.ડી.સીની પ્રભાત ઇન્ડસ્ટ્રીઝમાંથી ભર્યું હોવાનું અને તેને અમદાવાદના સાણંદ લઈ જવાનું હોવાનું જણાવ્યું હતું.

(1:31 pm IST)