ઉમરેઠમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 15 શખ્સોને 1.06 લાખની મતા સાથે દબોચ્યા
ગાંધીનગર: શહેર દ્વારા ગઈકાલે બપોરના સુમારે ઉમરેઠ પોલીસ મથકથી માંડ અડધા કીમી દુર આવેલા સરકારી દવાખાના સામે આવેલા ચુનારા વાસની પાછળના ભાગે ચાલતા જુગારધામ પર છાપો મારીને ૧૫ શખ્સોને ૧.૦૬ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલને હકીકત મળી હતી કે, ઉમરેઠમાં સરકારી દવાખાના સામે આવેલા ચુનારાવાસની પાછળના ભાગે આવેલી તલાવડીના કિનારે બાવળની ઝાડીમાં યુસુફખાન ઉર્ફે યુસુફ વરલી મટકાનો જુગાર ચલાવી રહ્યો છે જેથી પોલીસે છાપો મારતા જ જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. પોલીસેે સ્થળ પરથી ૧૫ શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય સૂત્રધાર યુસુફમીયા ફરાર થઈ ગયો હતો. પોલીસે ૬૭૯૦૫ની રોકડ, ૮ મોબાઈલ, બાઈક વગેરે મળીને કુલ ૧,૦૬,૧૯૫નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.