News of Wednesday, 16th January 2019
કલોલમાં નજીવી બાબતે બે ભાઈઓએ મળી એકની હત્યા કરતા પોલીસ ફરિયાદ: આરોપીની ધરપકડ
કલોલ: શહેરમાં પૂર્વમાં ઉત્તરાયણના દિવસે નજીવી બાબતમાં બે ભાઇઓએ એક શખ્સની હત્યા કરી હતી. ગરબાના હીસાબની બાબતમાં ઉશ્કેરાઇ ગયેલા શખ્સે છરીથી હુમલો કર્યો હતો. કલોલ શહેર પોલીસે આ ઘટના અંગે હત્યાનો ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
કલોલમાં ઉત્તરાયણનો તહેવાર લોહીયાળ બન્યો હતો. ઘણી જગ્યાએ નજીવી બાબતોમાં મારામારીની ઘટનાઓ બની હતી. ત્યારે કલોલ પૂર્વમાં આવેલા બળીયા ફાટક પાસે નજીવી બાબતમાં એક ઇસમનું ખૂન થઇ જતા ચકચાર મચી હતી. બળીયાદેવની ચાલીમાં રહેતો વિજયજી બચુજી ઠાકોરને બે ભાઇઓએ અગાઉના ઝગડાની અદાવતમાં છરી મારી હત્યા કરી હતી. દેવ દિવાળીના દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
(5:05 pm IST)