ગુજરાત
News of Tuesday, 15th December 2020

ગુજરાતમાં તોતિંગ વ્યાજ વસૂલીની ઘટનાઓ વધી : વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કેટલાય પીડિતોનાં આપઘાત

કોરોના મહામારી વચ્ચે લાભ લઈ વ્યાજખોરો બેફામ બન્યા

નવી દિલ્હી,તા. ૧૫:ગુજરાત રાજયમાં કોરોનાના કપરાકાળમાં વ્યાજખોરો બેફામ થયા છે. કોરોના સાથે વ્યાજખોરી વકરી રહી છે. મોટાભાગના લોકો પોતપોતાની રીતે નાણાંભીડ અનુભવી રહ્યાં છે ત્યારે વ્યાજે પૈસા ફેરવાનારાં લોકોની બોલબાલા થઈ રહી છે. કેટલાક વ્યાજખોરો તો દર મહિને ૩-૧૦ ટકા વ્યાજ વસૂલી રહ્યા છે અને તેના કારણે ધાક-ધમકી અને માર મારવો અને ગુડાગર્દી કરવામાં આવી રહી છે. જોકે, એક બાજુ રાજયના પોલીસ વડાએ વ્યાજખોરો સામે આકરા પગલા ભરવાની સૂચના આપી છે છતાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાની ઘટના પણ સામે આવી રહી છે.

સત્ત્।ાવાર નિયમાનુસાર જેમની પાસે નાણાં ધિરધારનું લાઈસન્સ હોય તે વ્યકિત જ વર્ષે ૧૮દ્મક ૨૧ ટકા વ્યાજ વસૂલી શકે છે. આવા ધિરધાર કરનારાંએ પાંચ વર્ષ સુધીના પૂરેપૂરી વિગતો સાથેના હિસાબો રાખવા પડે છે. પણ, ગેરકાયદે વ્યાજનો ધંધો એટલી હદ ફૂલ્યોફાલ્યો છે કે, સાદી ડાયરી કે નોટમાં કોડેડ લેંગવેજમાં સામાન્ય આંકડાના લખાણ કરીને વ્યાજે નાણાં આપી દેવામાં આવે છે. આવા વ્યાજખોરો વર્ષે દહાડે ઓછામાં ઓછું ૩૬ ટકાથી માંડી ૧૨૦ ટકા (સત્ત્।ાવાર મહત્ત્।મ વ્યાજ ૨૧ ટકા) જેવું ચામડા ચિરી નાંખે તેવું વ્યાજ વસૂલે છે.

જાણકાર સૂત્રોનું કહેવું છે કે, તાજેતરમાં જ અમદાવાદ, સુરત સહિતના મહાનગર વિસ્તારોમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કે આપઘાતના પ્રયાસના કિસ્સા બન્યાં છે. જો કે, અત્યારે વ્યાજનંજ ચક્ર જે રીતે ચાલી રહ્યું છે તેની અસર હજુ ચાર-છ મહિના પછી જોવા મળી શકે છે.

ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો પરિવાર સહિત આત્મહત્યા કરતા હોવાની ઘટનામાં પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે વ્યાજખોરો પર અંકુશ લાવવા માટે રાજય પોલીસવડા આશિષ ભાટીયાએ તમામ પોલીસ સ્ટેશનોને વ્યાજખોરીની પ્રવૃત્ત્િ। ડામવા આવા તત્ત્વો સામે પાસા, મનીલોન્ડરિંગ, ગુંડા ધારા સહિતની કલમો હેઠળના ગુના નોંધી આકરી કાર્યવાહી કરવાની તાકીદ કરી છે.

(9:55 am IST)