ગુજરાત
News of Tuesday, 15th December 2020

રાજપીપળા શહેર ભાજપ મહામંત્રી રાજેન્દ્ર પટેલનું સેવા કાર્ય માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નમૅદા જિલ્લાના રાજપીપલા શહેર ભાજપના મહામંત્રી રાજેન્દ્ર પટેલને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતા.
નમૅદા જિલ્લાના વડામથક રાજપીપલા ખાતેની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડબેન્કના કાયૅક્રમ માં રાજપીપલા શહેર ભાજપ મહામંત્રી રાજેન્દ્ર પટેલે કોરોના કાળમાં ઉમદા કાર્ય કરવા બદલ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માનિત કરી ચેરમેન એન.બી.મહિડાએ અભિનંદન પાઠવ્યા હતાં આ કાયૅક્રમ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંકના  ચેરમેન એન. બી.મહિડા, વાઇસ ચેરમેન ડો. દર્શનાબેન દેશમુખ,ડો.ઉમાકાંત શેઠ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં

(11:34 pm IST)