ગુજરાત
News of Monday, 15th November 2021

વડોદરાના રેસકોર્સ સર્કલ નજીક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 40 હજારની મતાની ઉઠાંતરી કરી

વડોદરા: રેસકોર્સ સર્કલ પાસે દીપમંગલ સોસાયટીમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના બંધ  ઘરમાંથી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા ૪૦ હજાર મળીને કુલ રૃપિયા ૩.૩૭ લાખની મત્તા ચોરી ગઇ  હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,દિપમંગલ સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષના સી.એ.મયૂર કિશોરચંદ્ર સ્વાદિયા ગત તા.૫ મી એ સવારે આઠ વાગ્યે તેઓ પત્ની સાથે  હિમાચલ  પ્રદેશ ફરવા ગયા હતા.તેમનો પુત્ર અને પૂત્રવધુ ઘરે હતા.તેઓ ૭ મી  તારીખે સવારે સાડા સાત વાગ્યે ઘર બંધ કરીને મુંબઇ ગયા હતા.તા. ૧૨ મી એ બપોરે સાડા બાર વાગ્યે ઓફિસમા ંકામ કરતા હસમુખભાઇ ઘરે બગીચામાં ફૂલ છોડને પાણી નાંખવા ગયા ત્યારે તેમની નજર મકાનના દરવાજાની બાજુમાં આવેલી બારી  પર પડી  હતી.જે બારી તૂટેલી હાલતમાં  હતી.જેની જાણ સી.એ.ને કરવામાં આવી હતી.તેઓએ ઘરે પરત આવીને તપાસ કરતા મકાનના  પહેલા માળે આવેલા સ્ટોરરૃમમાં મુકેલી તિજોરી ખુલ્લી હતી.અને દાગીનાના બોક્સ નીચે પડયા હતા.ચોર ટોળકી સવા આઠ તોલા વજનના સોનાના દાગીના અને ચાંદીના ચાર ગ્લાસ,ચાંદીના સિક્કા અને રોકડા ૪૦  હજાર મળીને  કુલ ૩.૩૭ લાખની મત્તા ચોરી ગઈ હતી.જે અંગે તેમણે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(5:55 pm IST)