ગુજરાત
News of Monday, 15th November 2021

વડોદરામાં રિક્ષામાં મુસાફરી કરતી મહિલાની છેડતી કરનાર રોમિયોને લોકોએ જાહેરમાં ઝડપી પાડયા

વડોદરા: શટલ રિક્ષામાં મુસાફરી  કરતી મહિલાની છેડતી કરનાર રોમિયોને મહિલા તથા રાહદરીઓએ મેથીપાક ચખાડયો હતો.લોકોનો રોષ જોઇને રોમિયોએ જાહેરમાં મહિલાના પગે પડી માફી માંગી હતી.બનાવના પગલે લોકોના ટોળા જામી ગયા હતા.જોકે,આ અંગે કોઇ ફરિયાદ થઇ નથી.

સોશિયલ મીડિયા પર આજે એક વ્યક્તિની જાહેરમાં થતી ધુલાઇનો વીડિયો વાયરલ થયો હતો.જેમાં માંડવીથી શટલ રિક્ષામાં બેસેલા એક શખ્સે તેની સાથે બેસેલી મહિલા મુસાફર સાથે બિભત્સ હરકતો કરી હતી.ઉશ્કેરાયેલી મહિલાએ રિક્ષા ઉભી રખાવી છેડતી કરનાર શખ્સને માર માર્યો હતો.બંને મહિલા મુસાફરોએ હોબાળો મચાવતા રિક્ષા ચાલક તેમજ આજુબાજુના ભેગા થયેલા લોકોએ પણ રિક્ષાચાલકને માર માર્યો હતો.બેગથી પોતાનું મોંઢુ સંતાડતા શખ્સને બહાર ઉતારી ફરીથી માર મારવામાં આવ્યો હતો.લોકોનો રોષ જોઇને ગભરાઇ ગયેલા શખ્સે જાહેરમાં મહિલાના  પગે પડી માફી માંગી હતી.આ સમગ્ર ઘટનાક્રમનો લોકોએ વીડિયો ઉતાર્યો હતો.અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

 

(5:54 pm IST)