ગુજરાત
News of Monday, 15th November 2021

દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા નેશનલ એચીવમેન્ટ સર્વે

 દિલ્હી વર્લ્ડ પબ્લીક સ્કૂલ દ્વારા સમગ્ર ભારતમાં નેશનલ એચીવમેન્ટ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા ના કો-ઓર્ડીનેટર રાજીવ રંજન, પ્રિન્સીપાલ-દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ રાજકોટ દ્વારા સફળતા પૂર્વક તમામ ૨૦૦ શાળામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સર્વેની કામગીરીમાં ગુજરાત NCERT અને તેમનો પૂરો સ્ટાફ ખુબ જ સારી જહેમત ઉઠાવી હતી. રાજકોટ જિલ્લાના તમામ ૨૦૦ ઓબ્ઝર્વરને સર્વેની કામગીરી અંગેની જવાબદારી અને ટ્રેનીગ આપવાની વ્યવસ્થા દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ, રાજકોટ દ્વારા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કો-ઓર્ડીનેટર રાજીવ રંજન, દિલ્હી પબ્લિક સ્કૂલ રાજકોટ એ તમામ ઓબ્ઝર્વર, ફિલ્ડ ઓફિસર, સર્વેમાં ભાગ લેનાર તમામ શાળાના પ્રિન્સીપાલ તેમજ મદદગાર તમામ સ્ટાફ નો આભાર વ્યકત કર્યો હતો. (તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(2:56 pm IST)