News of Friday, 15th November 2019
મહેસાણાની દૂધ સાગર ડેરીના પાછળ ભાગે સ્ક્રેપ વિભાગમાં ભીષણ આગ ભભૂકી
નપાની ફાયર વિભાગની ટીમ અને ઓએનજીસીની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી
મહેસાણાની દૂધ સાગર ડેરીના પાછળ ભાગે ભીષણ આગ લાગી છે. ડેરીના સ્ક્રેપ વિભાગમાં આગ લાગ્યાની જાણ થતા મહેસાણા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અને ઓએનજીસીની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
ભીષણ આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
(10:49 pm IST)