ગુજરાત
News of Thursday, 15th November 2018

માતર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન 66 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણની ધરપકડ કરી

માતર:પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં નેશનલ હાઈવે નં.૪૮ પરથી પસાર થતી હતી. આ દરમ્યાન માહિતી મળેલ કે ઈકો ગાડી નં. જીજે ૦૬ કે-એચ ૩૨૮૩ નડિયાદથી વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ જઈ રહેલ છે. જેથી પોલીસે છઠ્ઠા માઈલ સહયોગ હોટલ નજીક વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. 

આ દરમ્યાન ઉક્ત કાર આવતા તેને ઊભી રાખવા ઈશારો કરતા કાર ચાલકે ગાડી હંકારી મૂકી હતી. જેથી માતર પોલીસે પીછો કરી ઈકો ગાડી નં. જીજે ૦૬ કે એચ ૩૨૮૩ને આંતરીને રોકી હતી અને તપાસ કરતાં કારની પાછળ તથા વચ્ચેની સીટ નીચે સંતાડી રાખેલો ૬૬ હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 

પોલીસે પકડાયેલા ત્રણેય શખ્સોના નામઠામ પુછતાં તેઓ સાકીરહુશેન આરીફભાઈ મેમણ (રે. ધંધુકા), વિજયભાઈ ઠાકરસિંહભાઈ કાનજીભાઈ રાવળ (રે. બરવાળા) તથા રવિભાઈ સોમાભાઈ ધનજીભાઈ મકવાણા (રે. બરવાળા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે રૂ. ૩ લાખની ઈકો ગાડી, એક મોબાઈલ રૂ. ૫૦૦ નો મળી કુલ રૂ. ૩,૬૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:37 pm IST)