ગુજરાત
News of Tuesday, 15th October 2019

જાન્યુઆરીમાં એજીવિકાસનું ભવ્ય અધિવેશન

૧૮ હજારથી વધુ વિજ કર્મચારીઓ ઉમટી પડશેઃ પાલનપુર સર્કલ યજમાન

રાજકોટ તા. ૧પ :.. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ઉર્જા ખાતાનું સૌથી મોટુ અને સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતુ અને સાતેય કંપનીમાં માન્યતા ધરાવતુ કર્મચારીઓનું યુનિયન છે જેના ૩૩૦૦૦ જેટલા સભ્યો છે, લેબર લો મુજબ સમયાંન્તરે અધિવેશન અને સામાન્ય સભાનું આયોજન કરવુ પડે તે અન્વયે આગામી જાન્યુઆરી ર૦ર૦ માં તા. ૧૧-૧-ર૦ર૦ અને ૧ર.૧ ના રોજ ભવ્ય અધિવેશન યોજવાનું નકકી કરેલ છે. જેમાં ૧પ૦૦૦ થી ૧૮૦૦૦ જેટલા વીજ કર્મચારીઓ અને અધિકારીઓ હાજરી આપશે.

તેમની રહેવ જમવાની ઉતમ સુવિધાઓ પુરી પાડવા યુજીવીસીએલ કંપનીના પાલનપુર સર્કલને તમામ જવાબદારી સોંપવામાં આવેલ છે સંઘના સીનીયર સેક્રેટરી જનરલ શ્રી બળદેવભાઇ પટેલની આગેવાનીમાં ઉંઝા ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની સુપર પાવર વર્કિંગ કમીટીની બેઠકમાં આ નિર્ણય લેવાયેલ છે જેમાં સંઘના સાતેય કંપનીના હોદેદારો ઉપસ્થિત રહેલ અને સામુહિક રીતે સંઘનું આગામી અધિવેશન અંબાજી ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજવા અને જરૂરી તમામ કામગીરી માટે જવાબદારીઓ સોંપી દેવામાં આવેલ છે. આ અધિવેશનમાં વિશિષ્ઠ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહે તે માટે સંઘના પ્રયાસો ચાલી રહ્યા છે અને આ અધિવેશન ને ભવ્ય સફળતા મળે તે માટે અત્યારથી અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના તમામ કંપનીઓના હોદેદારો કામે લાગી જવા અનુરોધ કરવામાં આવેલ છે.

(11:46 am IST)