ગુજરાત
News of Monday, 14th October 2019

મર્ડર કેસનો આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા પોલીસ જાપ્તામાંથી ફરાર થતા સાત પોલીસકર્મી સામે ફરિયાદ: પોલીસબેડામાં ચકચાર

મોરબીના હિસ્ટ્રીશીટર મુસ્તાક મીર હત્યા કેસના આરોપીને એટીએસ દ્વાર ધરપકડ કરાઈ હતી

 

  અમદાવાદથી મોરબી લઈ જતા મર્ડર કેસના આરોપી હિતેન્દ્ર સિંહ ઝાલા પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત થતી વિગત મુજબ આરોપીને લઈ જતી પોલીસ જ્યારે ધ્રાંગધ્રા પાસે આવેલી હોટલમાં ચા-નાસ્તો કરવા રોકાયા હતા, ત્યારે તે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરવા છતાંય આરોપી પકડાયો હતો. ત્યારે નરોડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ હર્ષપાલસિંહ જેનાવત, હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ બારિયા સહિત સાત લોકો સામે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ફરિયાદમાં આરોપીને ભગાડવામાં નરોડા પોલીસે સ્ટેશનના પીએસઆઈએ મદદ કરી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

મોરબીના હિસ્ટ્રીશીટર મુસ્તાક મીર હત્યા કેસના આરોપીને થોડા સમય પૂર્વે એટીએસ દ્વાર ધરપકડ કરાયેલ આરોપી હિતુભા ઝાલાને આજે મોરબી કોર્ટમાં રજુ કરવા પોલીસ લઇ આવતી હોય ત્યારે ધ્રાંગધ્રા નજીક પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થયો છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના હિસ્ટ્રીશીટર મુસ્તાક મીર સાથે જમીન વિવાદને લઈને એપ્રિલ ૨૦૧૭ માં શનાળાના રહેવાસી હિતુભા ઝાલાએ સુપરમાર્કેટ નજીક સમી સાંજે ગોળીઓ ધરબી દઈને મુસ્તાકની હત્યા કરી હોય જે હત્યા કેસમાં આરોપીની અટકાયત કર્યા બાદજામનગર જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયો હતો અને બાદમાં મૃતક મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર પર ફાયરીંગનો બનાવ બન્યો હતો જે ફાયરીંગ પણ હિતુભા ઝાલાએ કરાવ્યું હોય તેવી ફરિયાદ નોંધાઈ હતી ફાયરીંગ માં બાળકનું મોત નીપજ્યું હોય જેથી પોલીસે હત્યા તેમજ હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધી આરોપી હિતુભા ઝાલાની શોધખોળ ચલાવી હતી જોકે કેટલાક મહિના ફરાર રહ્યા બાદ આખરે અમદાવાદ ખાતેથી એટીએસ ટીમે આરોપી હિતુભાને થોડા સમય પૂર્વે ઝડપ્યો હતો અને મોરબી પોલીસે આરોપી નો કબજો મેળવીને રિમાન્ડ મેળવ્યા હતા

બાદમાં રિમાન્ડ પૂર્ણ થતા અમદાવાદ પોલીસને પરત સોપવામાં આવ્યા હોય દરમિયાન આજે અમદાવાદથી આરોપીને મોરબી કોર્ટમાં લઇ આવતા હોય દરમિયાન ધ્રાંગધ્રા નજીકથી આરોપી હિતુભા ઝાલા પોલીસ જાપ્તામાંથી ફરાર થયા છે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ફોર્ચ્યુનર કાર નં જીજે ૧૮ બીજી ૬૦૯3 માં આરોપી નાસી ગયાનું જાણવા મળ્યું છે તો હત્યા તેમજ હત્યાના પ્રયાસના ગુન્હામાં આરોપી પોલીસ જાપ્તા માંથી ફરાર થઇ જતા રાજકોટ રેંજ વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે અને પોલીસની ટીમો આરોપીને શોધવા દોડધામ કરી રહી છે

(1:24 am IST)