ગુજરાત
News of Monday, 14th October 2019

સુરતમાં ચિચિયારી પાડી ઊંધી દોડતી યુવતીનો વીડિયો વાઇરલ, ભૂત હોવાની અટકળો ફેલાઇ

અડાજણ વિસ્તારના નામે ફરતો થયેલો વીડિયોની ભારે ચર્ચા

સુરત તા. ૧૪: સોશિયલ મીડિયામાં સમયાંતરે કોઇને કોઇ રોચક વીડિયો કે ફોટોગ્રાફ વાઇરલ થતાં રહે છે. આવો જ એક વીડિયો રવિવારે સુરતના અડાજણ વિસ્તારમાં ભૂતના નામે વાઇરલ થયો હતો. આ વીડિયોમાં લાલ રંગનું ગાઉન પહેરેલી યુ઼વતી ભયાનક ચિચિયારી પાડી લોકોનું ધ્યાન તેની તરફ ખેંચ્યા બાદ અચાનક ઊંધી દોડ લગાવે છે. યુવતીની આ વિચિત્ર હરકતો જોઇ રાહદારીઓ રીતસર ચોંકે છે. ડરે છે. એટલું જ નહીં તેઓમાં નાસભાગ પણ મચે છે, પરંતુ યુવતીની ઊંધી દોડ લાંબી ચાલતી નથી. પાંચ સાત સેકન્ડમાં જ તેણી ઊંધા માથે પટકાય છે. આ વીડિયો ભલે સુરતના અડાજણ વિસ્તારના નામે વાઇરલ બન્યો હોય પરંતુ તે અહીંનો હોવાની પુષ્ટિ દિવસ દરમિયાન થઇ શકી ન હતી.

ટીક ટોક જેવી એપ્લિકેશન ઉપર આવા રમૂજી વીડિયો બનાવી ફેમસ થવા મથતાં યુવાઓ પૈકી કોઇએ આવો ટીખળવાળો વીડિયો બનાવ્યાની શકયતા વધુ છે.

(6:51 pm IST)