ગુજરાત
News of Monday, 15th October 2018

મહિલાનું બનાવટી આઈડી બનાવી અમદાવાદના શખ્સે મંગેતરને બીભત્સ ફોટા મોકલતા ધરપકડ

અમદાવાદ:બનાવટી ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવી એક મહિલાના મંગતરને બિભત્સ મેસેજો મોકલનારા શખ્સની સાયબર ક્રાઈમ સેલએ ધરપકડ કરી છે. મહિલાની સગાઈ તુટી જાય તે માટે તેણે આ કૃત્ય કર્યું હોવાનું તપાસમાં બહાક આવ્યું હતું.

સગાઈ તુટી જાય તે માટે મેસેજ મોકલતો હતો ઃ સાયબર ક્રાઈમ સેલએ આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો

આ બનાવની વિગત મુજબ સાયબર ક્રાઈમ સેલમાં ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ એક મહિલાએ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ મહિલાની સગાઈ થઈ હતી તે યુવકને ઈન્સ્ટાગ્રામ પર બિભત્સ મેસેજો મોકલવામાં આવતા હતા.

 

(5:12 pm IST)