ગુજરાત
News of Wednesday, 15th September 2021

વડોદરાના કલાલી રોડ નજીક ઓટોમોબાઇલ કંપનીમાં નોકરી આપવાનું કહી યુવક સાથે એક લાખની છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરનાકલાલી રોડ આસોપાલવ ક્લબ એપાર્ટમેન્ટમાં રહેતો પાર્થ અમિશભાઇ પરીખે આ વર્ષે જ બી.ટેક.ઓટોમોબાઇલનો અભ્યાસ   પૂરો કર્યો છે.પાર્થે પોલીસ  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,અભ્યાસ પૂરો કર્યા  પછી હું નોકરીની શોધમાં હતો.મેં નોકરી માટે સાઇડ લિન્કડઇન ડોટ કોમ,સાઇન ડોટ કોમ,તથા નોકરી ડોટ કોમ પર બાયોડેટા મુક્યા હતા.૧ લી સપ્ટેમ્બરે મારા પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યા હતા.સામેથી એક મહિલા હિન્દી ભાષામાં બોલતી હતી. પોતે સાઇન ડોટ કોમ માંથીઆરતી શર્મા  વાત  કરતી હોવાનું જણાવ્યું હતું.તેણે મને કહ્યું હતું કે,તમારા માટે એરપોર્ટ અને એક્સિસ બેન્ક સહિત બે થી ચાર સેક્ટરમાં સારી નોકરી છે. મેં તેને ઓટોમોબાઇલ સેક્ટરમાં નોકરી હોય તો જણાવો.તેવું કહેતા તેણે મને બજાજ ઓટો,ટાટા મોટર્સ,તથા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં સેલ્સમેન,ટ્રેની તેમજ પ્રોડક્શન અને મેન્યુફેક્ચરીંગમાં નોકરી હોવાનું જણાવ્યુ હતું.તેમના કહેવા પ્રમાણે મેં સૌપ્રથમ ૨૬,૫૦૦ રૃપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ અલગ અલગ પ્રોસેસના બહાને તેમણે મારી  પાસે પેમેન્ટની માંગણી કરતા મેં અત્યારસુધી કુલ એક લાખ રૃપિયા ચૂકવ્યા હતા.

પરંતુ,મને તેઓએ નોકરી અપાવી નહતી કે,રૃપિયા  પણ પરત કર્યા નહતા.આ અંગે સાયબર સેલે ગુનો દાખલ કરી અલગ અલગ મોબાઇલ નંબરધારકોની તપાસ હાથ ધરી છે.

(5:11 pm IST)