ગુજરાત
News of Sunday, 15th September 2019

મહિસાગરમાં લુણાવાડમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો : મકાન જમીનદોસ્‍ત

લુણાવાડા : મહીસાગરના લુણાવાડામાં રાતભરમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા છે.ત્યારે લુણાવાડાના વાંસિયા તળાવ પાસે ટેકરી વિસ્તારમાં આવેલુ કાચુ મકાન ધરાશાયી થયુ છે.

કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા તેમાં આરામ ફરમાવી રહેલા શ્રમજીવી પરિવારના ચાર વ્યક્તિઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જોકે તેઓનો આબાદ બચાવ થયો હતો.ભારે વરસાદથી મકાન ધરાશાયી થતા ગરીબ પરિવાર નિઃસહાય બન્યો છે.

(2:11 pm IST)