ગુજરાત
News of Sunday, 15th September 2019

ઝઘડિયામાં લીલો દુકાળ : નર્મદાના પાણી સીમમાં પ્રવેશતા શેરડી અને કેળનો પાક પાણીમાં ગરકાવ

કાંઠા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં ખેડૂતોને લાખોનું નુકશાન

 

ભરૂચના ઝઘડિયાના કાંઠા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં ખેડૂતોને ભારે નુક્સાન થયું છે ઝઘડિયાના કાંઠા વિસ્તારમાં આવેલા મુલદ, ગોવાલી અને માંડવા ગામની સીમમાં પૂરના પાણી ભરાતા કેળ અને શેરડીના પાકને ભારે નુક્સાન થયું છે. અને વિસ્તારના ખેડૂતોને લાખોનું નુકશાન જતાં કપરી સ્થિતિમાં મૂકાયા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં 119 ટકા વરસાદ વરસ્યો હતો અને ભરૂચમાં 156 ટકા જેટલો વરસાદ પડ્તા નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો છે. જેને લઈને નર્મદાનું પાણી છોડાતા આસપાસના કાંઠા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. હાલ તો ખેડૂતોને પાક નિષ્ફળ જતા માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોની સીમમાં પુરના પાણી ફરી વળતા ઉભા પાક ને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. મુલદ, ગોવાલી, માંડવા ગામની સીમમાં ખેતરોમાં ભરાયેલા પુરના પાણીના કારણે કેળ, પપૈયા, શાકભાજી તેમજ શેરડી ના પાક ને નુકશાન થતા ખેડૂતો કપરી સ્થિતિ માં મુકાઇ ગયા છે

(11:38 pm IST)