ગુજરાત
News of Sunday, 15th September 2019

પંચમહાલના ડેરાલ સ્ટેશન ગામમાં મકાનની છત ધરાશાયી : બે લોકોના મોત : બે ઘાયલ

મકાન ની છત ધરાશાયી થતા આખું પરિવાર છત ના કાટમાળ નીચે દટાયો

 

પંચમહાલના કાલોલના ડેરાલ સ્ટેશન ગામમાં મકાનની છત ધરાસાયી થતા બે લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને કાલોલ રેફરલ હોસ્પિટલમાં  સારવાર માટે ખસેડાયા હતા. ડેરાલ સ્ટેશન ગામની ગાયત્રી સોસાયટીમાં રહેતો પરિવારના મકાનની છત જર્જરિત હાલતમાં હોવાથી અચાકન ધરાસાઈ થઈ હતી. મકાનની છત ધરાસાઈ થતાં આખો પરિવાર કાટમાળ નીચે દબાયો હતો. જેમાં બે લોકોના કરુણ મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

અંગે મળતી વિગત મુજબ કાલોલ તાલુકા ના ડેરોલ સ્ટેશન ગામ ના ગાયત્રી સોસાયટી માં આવેલ જર્જરિત મકાન માં યતીન ભાઈ ત્રિવેદી અને તેમનો પરિવાર રેહતા હતા.આજરોજ રાત્રી ના સમયે જયારે પરિવાર ના સભ્યો જમવા નું બનાવી રહ્યા દરમ્યાન મકાન ની છત ધરાશાયી થતા આખું પરિવાર છત ના કાટમાળ નીચે દબાયું હતું. યતીન ભાઈ ના પત્ની અપેક્ષાબેન તથા સાસુ ચંપાબેન તથા 5 વર્ષીય પુત્ર સ્લેબ ના કાટમાળ નીચે દબાયા હતા. ઘર બહાર ઉભેલા યતિનભાઈ પણ સ્લેબ ના કાટમાળ વાગવા થી ઈજાગ્રસ્ત થયા હતા. છતાં પરિવાર કાટમાળ માં દબાયો હોઇ, હિંમત કરી બુમાબુમ કરી આસપાસ ના લોકો ને બોલાવી પરિવાર ને બહાર કાઢવા ના પ્રયત્નો કર્યા હતા ગામ ના સરપંચ સહીત આસપાસ ના લોકો દબાયેલ પરિવાર ને બહાર કાઢ્યો હતો.

(1:59 pm IST)