News of Sunday, 15th September 2019
થરા-રાધનપુર હાઇવે પર નશાખોર કારચાલકે 10 લોકોને અડફેટે લીધા : એક બાળક-મહિલાનું કમકમાટીભર્યું મોત
થરા પોલીસે નશાખોર કારચાલકની ધરપકડ કરી : આઠ ઘાયલોને થરા રેફરલ હોસ્પિટલે ખસેડાયા
બનાસકાંઠાના થરા-રાધનપુર હાઇવે પરની દર્શન હોટલ નજીક બેકાબૂ કારે રોડની સાઈડમાં 10 લોકોને અડફેટે લીધા છે. જેમાં કારની અડફેટે એક બાળક અને મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે.
આ અંગે મળતી વિગત મુજબ થરા-રાધનપુર હાઇવે પર દારૂના નશામાં શખ્સ બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો. તે દરમિયાન કાર બેકાબૂ થતા રોડની સાઈડમાં 10 જેટલા લોકોને અડફેટે લઇ લીધા હતા. જેમાં આ કારની અડફેટે એક બાળક, મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 8 ઈજાગ્રસ્તોને સારવાર માટે થરા રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે.
ઈજાગ્રસ્તોની થરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. જ્યાં હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળાં ઉમટ્યાં છે. મહત્વનું છે કે, થરા પોલીસે નશાખોર કારચાલકની અટકાયત કરી છે.
(11:18 pm IST)