News of Saturday, 15th September 2018
નવસારી નજીક સુરતના ચાર યુવકોને નગ્ન કરીને પોલીસે ઢોર માર માર્યાનો આરોપ
આ યુવકોને સાદા ડ્રેસમાં આવેલા બે પોલીસ કર્મચારીઓએ રોકી લાયસન્સની માંગણી કરી હતી
નવસારી નજીક સુરતના ચાર યુવકોને પોલીસ દ્વારા નગ્ન કરી ઢોર માર માર્યાનો આરોપ લાગતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. આ અંગેનો વીડિયો વાયરલ થતાં પોલીસના પગ તળે રેલો આવ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા ચાર યુવકો બારમી તારીખે વાપીથી સુરત પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વેસમાં અને નવસારી ટોલ ટેક્સ નજીક આ યુવકોને સાદા ડ્રેસમાં આવેલા બે પોલીસ કર્મચારીઓએ રોકી લાયસન્સની માંગણી કરી હતી.
(10:12 pm IST)