ગુજરાત
News of Saturday, 15th September 2018

વિધાનસભાનું બે દિવસીય સત્ર તોફાની બનાવના એંધાણ

ગાંધીનગરમાં વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ;કોંગ્રેસે અવિશ્વાસ દરખાસ્ત મૂકી

ગાંધીનગર ; વિધાનસભામાં બે દિવસીય મળનાર ચોમાસુ સત્ર તોફાની બનવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે વિપક્ષ મગફળીકાંડ, ખેડૂતોના દેવા, જમીન માપણીમાં ગેરરીતી સહિતના મામલે સરકારને ઘેરવાની રણનીતિ ઘડી છે.આ પહેલા ગાંધીનગરમાં વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.બીજતરફ કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે રૂપાણી સરકારના પ્રધાનમંડળ સામે અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કરવા દરખાસ્ત મુકી છે

ગુજરાત વિધાનસભાનું ચોમાસાનું ટુંકુ સત્ર મળશે. 18 અને 19 સપ્ટેમ્બર એમ બે દિવસ ચોમાસુ સત્ર મળશે. જેમાં પ્રથમ દિવસે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇને ગૃહમાં શ્રદ્ધાંજલી પાઠવાશે. આ સાથે જ ચાર જેટલા સરકારી બિલ પર પણ સત્ર દરમિયાન ચર્ચા થશે.

 સત્ર મળે તે પહેલા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં વિધાનસભા કામકાજ સમિતિની બેઠક મળી હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, શૈલેષ પરમાર, અનિલ જોષીયારા ઉપસ્થિત રહ્યાં હતાં.

(10:09 pm IST)